
પાક ઉત્પાદન માટે જૈવિક નિયંત્રણ માટેના ફાયદાકારક સૂક્ષ્મજીવોનો ઉપયોગ બાયોપેસ્ટિસાઇડ તરીકે ઓળખાય છે.. છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતા રાઈઝોબેક્ટેરિયા કે જે પીજીપીઆરના નામે પણ ઓળખાય છે તે મુક્ત- જીવંત બેક્ટેરિયા છે. આ પ્રકારના બેક્ટેરિયા છોડના મૂળની આસપાસની જમીનને પોતાનું ઘર બનાવીને રહે છે, જે છોડના વિકાસ અને આરોગ્ય પર હકારાત્મક અસર કરે છે. એક પદ્ધતિ કે જેના દ્વારા પીજીપીઆર ફાયદાકારક અસર કરે છે તેમાં હાનિકારક જીવાત કે જીવાણુઓની વૃદ્ધિને નિયંત્રિત કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે જે છોડના સ્વાસ્થ્ય અને વૃદ્ધિ પર તેમની નકારાત્મક અસરોને ઘટાડે છે



