૫૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર ૧૦૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેનો છંટકાવ (પાક બરાબર આવરી લઈ) કરવો. ખાસ કરીને રોગ અટકાવવા બે અવસ્થામાં પાકની વાનસ્પતિક વૃદ્ધિ તબકકામાં અને ફૂલ આવવાની શરૂઆત થાય તેપહેલા એમ બે છંટકાવ કરવા જરૂરી છે. રોગ આવ્યા બાદ તુરત જ રોગ અટકાવવા ઉપરોક્ત દર્શાવેલ પ્રમાણ મુજબ છંટકાવ કરવો. એક હેક્ટર માટે ૫૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચરની જરૂરિયાત રહે છે. ડાંગરમાં દાહનો રોગ પાન અને કંઠી પર આવે છે. તેના નિયંત્રણ માટે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જીવાણુંના દ્રાવણનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવેલ છે.



