પાકની પાછલી અવસ્થામાં ખાસ કરીને ડોડવામાં દાણા ભરાતી વખતે પાણીની ખેંચ પડવી.
મગફ્ળીના ઊભા પાકમાં ખેડ અને નીંદામણથી ડોડવાને યાંત્રિક નુકસાની થવી.
મગફ્ળીને ખેતર કે ગોડાઉનમાં ભોટવા, ઉધઈ કે ડોડવાના સડાથી થતું નુકસાન.
મગફળી ઉપાડતી વખતે ભારે અને અથવા સતત વરસાદ.
અપરિપક્વ મગફળી ઉપાડવી તથા ઉપાડવામાં મોડું કરવું.
મગફ્ળીની સુકવણી વખતે ભેજવાળું વાતાવરણ.
મગફ્ળીના દાણામાં ૮ ટકા કરતા વધારે ભેજ.
ગરમ અને ભેજવાળી જગ્યાએ સંગ્રહવા, સંગ્રહ કરવાની ખોટી રીત.



