કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.
(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારબાદ જ દ્રાવણનો છટકાવ માટે ઉપયોગ કરવો.
(૩) બોર્ડો મિશ્રણ ને તાજું જ વાપરવાનું હોઈ તેનો સંગ્રહ કરવો નહી કે સંગ્રહ કરેલ બોર્ડો મિશ્રણ ફરી વખત ઉપયોગમાં લેવું નહી.
(૪) હમેશા છંટકાવના દિવસે વાપરવાના થોડા સમય પહેલા જ બોર્ડો મિશ્રણ બનાવવું એટલે કે મોરથુંથુ અને ચૂનાનું દ્રાવણ મિશ્રણ કરવું.
(૫) બોર્ડો મિશ્રણનો ઉપયોગ તળછારાનો રોગ, પાનના ટપકાનો રોગ, ફળનો કોહવારો, લીંબુના બળીયા ટપકાંનો રોગ, શાકભાજી પાકોના ધરૂવાડીયામાં ધરૂનો કોહવારો, બટાટાનો આગોતરો તથા પાછોતરો સૂકારો જેવા રોગો સામે અસરકારક છે.

Share this post: