
ગાય આધારિત ખેતીની વાત કરવી છે પણ ગાય કોઈ ને રાખવી નથી , આજે ગાય અને બળદ કોઈને પોસાતા નથી કારણ કે છેલ્લા બે દસકાથી આપણા વડીલોએ ભાવાવેશમાં આવી કન્યા છાત્રાલયો સારી કરી ઉત્તમ કામ કર્યું . પણ ગામડે ગામડે દીકરો ખેતી કરશે એટલે દીકરાને શિક્ષણ આપવાનું સાવ કોરાણે મૂકી દીધું , દીકરાને આપણે સૌ ભૂલીજ ગયા ? ગાડું એક તરફી હાંક્યું એટલે જિંદગીનું એક પૈડું ટ્રેક્ટરનું ને બીજું સાઇકલનું થઇ ગયું , અસમતોલ વિકાસને લીધે આજકાલ ગામડાના છોકરાને લગનની તકલીફ પડે છે તે જગ જાહેર વાત છે ? . .આપણે ગાય રાખીયે તો ગાય આધારિત ખેતી કરી શકીયે , ગાયના છાણ મૂત્રનો ઉપયોગ કરી જીવામૃત બનાવીને ખેતી સારી કરી શકીયે . આપણે ત્યાં ગાયનો પ્રચાર બહુ થયો એટલે સારી ગાયની કિંમત પણ વધી . દૂધ ઉત્પાદન અને સારી બ્રીડ માટે સારા બ્રીડની પેડિગ્રી જાળવવી જોઈએ જે રાજા મહારાજા વખતે ખુબ સારું કામ થતું હતું પણ આપણે કૃત્રિમ બીજદાનની સાદી પ્રવૃત્તિ કરી. સારી ફળાઉ નસલ માટે સારા સાંઢનું સંવર્ધન માટે હવે કૈક જાગૃતિ આવી છે ? , તમને યાદ હશે કે ભાવનગર થી ગયેલો એકમાત્ર સાંઢને લીધે આજે આખું બ્રાઝીલ દેશનું પશુધન ગીર બ્રીડનું થયું છે એટલે તો બ્રાઝીલ આજે આપણા કરતા ગીર ગાયનું સંવર્ધન કરીને આગળ છે .



