
આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી . ગાયનું પેટ ભરાય એટલે ઝીંઝવો જેવું ન ભાવે તેવું ઘાસ ખવડાવીએ છીએ , પશુ કહેતું નથી કે એલા હું તમને દૂધ આપું , સારી બળદોની ઓલાદ આપું અને આ બળદો તમારું કામ કરે તોય તમે અમને ન ભાવે એવું નીરો છો ? અમને સમતોલ ખોરાકઃ આપો ક્યારેક રજકો , ક્યારેક સૂકું , ક્યારેક મગફળીનો પાલો તો ક્યારેક લીલું નાખો , તમને ખબર નો હોય તો કોકને પૂછો કે કેવા કેવા નવ સંશોધિત ઘાસ આવે છે ? અને એક પશુને તેની તંદુરસ્તી માટે અને દૂધના ફેટ વધારવા કેવા ખોરાક દેવા ? ક્યારે ખાણ દાણ આપવા આવું બધું જાણી રાખો . ઘાસચારામાં હવે નવું સંશોધન થાય છે દેશ વિદેશના ઘાસચારાનું ભારતીય સંશોધન વિષે જાણો . પશુને બરસીમ , રજકો , સરસવ ચારો , બીટ , ચિકોરી , રાય ઘાસ , ઓટ્સ , મકાઈ અને મીણો ન ચડેતેવા બે વર્ષ સુધી સતત વાઢ મળે તેવું નવીન ઇન્ફિનિટી ઘાસ આવ્યું છે જેમાં પ્રોટીન અને લિગનિન હોવાથી દૂધના ફેટમાં વધારો થાય છે . ઇન્ફિનિટી ઘાસ એક વીઘામાં ફક્ત 2 કિલો બીજ પૂરતું છે અને 45 માં દિવસે પહેલો વાઢ આવશે એમાં વાઢ પછી યુરિયા આપો એટલે મહિને ફરી વાઢ , આવા 15 થી 22 વાઢ મળે બોલો , વારંવાર બિયારણ વાવેતરમાંથી મુક્તિ , પાતળું મીઠું રાડું , સ્વાદના લીધે પશુ રાંડું કાઢતું નથી તેટલું મીઠું આ ઇન્ફિનિટી ઘાસ હોય છે આવું ઘાસ વિશે વધુ જાણવા ફોન કરો 9825229766. બીજા નવા ઘાસ વિષે હવે પછી.



