બીટી એ એક પ્રકારનું જઠર વિષ છે. એટલે ઈયળોના ખોરાક સાથે બીટીનું જીવાતના આંતરડામાં પહોંચવું જરૂરી છે. મધ્ય આંતરડામાં પહોંચ્યા પછી બીટી ડેલ્ટા એન્ડો- ટોક્ષીન પ્રકારનું વિષ (ઝેર) ઉત્પન્ન કરે છે. તેથી મોંનો ભાગ અને આંતરડામાં લકવો કરે છે, જેને લીધે ઈયળો ખોરાક લેવાનું બંધ કરે છે અને છેવટે મરણ પામે છે. બીટી આધારિત કીટનાશકો ઈયળો પર ન છાંટતા તેના ખોરાક પર જ છાંટવી જોઈએ. ઈયળો જ્યારે નાની (પહેલી અથવા બીજી અવસ્થા) હોય તે વખતે બીટીનો છંટકાવ થાય તે હિતાવહ છે. ડાંગર, મકાઈ, જુવાર કે શેરડીના સાંઠા કોરી ખાનાર ઈયળ, પાનકોરીયાની ઈયળ, જીંડવા/ફળ કોરી ખાનાર ઈયળ અને ડંખ અને ફળ વેધક ભરાઈ રહી નુકસાન કરતી હોવાથી બીટી આધારિત કીટનાશક અસરકારક રીતે કામ આપી શકતા નથી
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966



