ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો

અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર પવન વાય તે સમયે કપાસની કૂણપ ઓછી રાખવા જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહે તે માટે એક પાટલુ છોડી એક પાટલામાં પિયત આપવામાં આવે તો ગુલાબીનો ઉપદ્રવ નિયંત્રિત કરી શકાય .

આ ગુલાબીથી બચવા વહેલું ઉત્પાદન લેવું પડશે : ડોક્ટર ઢોલરિયાએ આપણને સમજાવ્યું હતું કે ટુંકાગાળામાં ઉત્પાદન લેવા વહેલું અને સચોટ ઉત્પાદન આપતી જાતો વાવો કે જે સાંકળા પાટલે પણ અનુકુળ હોય અને જેમાં કુલ, ચાપવા ખરવાનું પ્રમાણ ઓછું હોય જેમાં વહેલું ઉત્પાદન મળતું હોય, વહેલું ઉત્પાદન લેવા નેનો ટેકનોલોજી આધારિત સેફગાર્ડ છાંટો. પ્રથમ ફૂલ આવે પછી વૃદ્ધિ નિયંત્રક મેપીકવાટ ક્લોરાઇડનો પ્રયોગ કરીને કપાસ વહેલો પકવો. પણ આપણે કોઈનું માનીયે ખરા ?
ગુલાબી ઈયળની રોજ અપડેટ મેળવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક સાથે જોડાયેલા રહો. ડોક્ટર ઢોલરિયાનો વિડિઓ કૃષિ વિજ્ઞાન ફેસબુક ઉપર આજેજ જુવો