
આપણા પાકના મૂળ પ્રદેશને જોઈએ છે સતત ભેજ અને આ સતત ભેજ જળવાય તો રૂટઝોન પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરીને પોષણ ખેંચે અને મૂળ પ્રદેશમાં પડેલું ખાતર તે પાયાનું હોય કે ડ્રિપ દ્વારા પ્રવાહી સ્વરૂપે આપ્યું હોય તે સરળતાથી છોડ લઇ શકે તો છોડની દેહધાર્મિક ક્રિયા પણ સુચારુ રૂપે ચાલે તો છોડ મણિકા આપે ને ? છોડ ને મદદ કરો તો મબલક પાકે બાકી વગર ભેજે તણકાવા દ્યો તો છોડ જીવે કે પાકે ?



