
સ્પ્રેરી દ્વારા પ્રથમ તબક્કામાં સિરામિકથી બનેલો ચુલ્હો, ત્યારબાદ પાઉડર દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો અને હાલ એનેમલ દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો વિકસાવવામાં આવેલો છે. જેમાં એક બાજુ નાની બારી રાખવામા આવી છે. જેમાંથી બળતણ/લાકડાને ચુલ્હાની અંદર નાખવામાં આવે છે. આ ચુલ્હાની રચના એવી રીતે કરવામાંઆવી છે કે, જેમાં બળતણનું પુરતી હવાની હાજરીમાં દહન થાય છે અને વધારે પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે પરંપરાગત ચુલ્હાની તુલનામાં સુધારેલ ચુલ્હાની કાર્યક્ષમતા વધારે જાેવા મળે છે. સ્પ્રેરી દ્વારા આ સુધારેલ ચુલ્હાનુ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) IS-૧૩૧૫૨ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સુધારેલ ચુલ્હો તેના દરેક પરિમાણના પરીક્ષણમાં સફળ રહ્યો છે.



