ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બંને દવાઓ કોઈપણ સંજોગોમાં વાપરી શકાય તેમ ન હોય તો જરૂર પ્રમાણે હાથથી નીંદામણ કરવું.

* મધ્ય ગુજરાત ખેત-હવામાન વિસ્તારમાં ટામેટાની ખેતીમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે પાકની ફેરરાપણી બાદ ૨૦, ૪૫, ૬૦, ૯૦ અને ૧૨૦ દિવસે એમ પાંચ હાથ નીંદામણ કરવા જયાં મજૂરો ઉપલબ્ધ ન હોય ત્યાં પાકની ફેરરોપણીબાદ ૨ થી ૩ દિવસમાં પેન્ડીમીથાલીન હેકટરે ૧.૦ કિ.ગ્રા. અથવા ફ્લ્યુકોરાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા બ્યુટાકલોર ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડાયઝોન હેકટરે ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો અને ૪૫ દિવસે હાથ નીંદામણ તથા પાળી ચઢાવવી.

Share this post: