
કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે :
એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી ૨,૨૨,૦૦૦) હોવાથી છોડ દીઠ ફકત ૫ થી ૭ જીંડવાઓ મળે તો પણ ઉત્પાદન વધુ મળે છે.
• ટૂંકા સમયગાળામાં પાક તૈયાર થઈ જાય છે.આ પદ્ધતિ હલકી જમીનમાં અને બિનપિયત વિસ્તારમાં પણ અપનાવી શકાય છે.
• કપાસનું મોડું વાવેતર કરવાનું થાય તો પણ આ પદ્ધતિ ફાયદાકારક રહે છે. બે હાર વચ્ચેની જમીન બહુ જ ટૂંકા સમયગાળામાં ઢંકાઈ જતી હોવાથી નિંદામણનો પ્રશ્ન પણ ઓછો ઊભો થાય છે.
• મજૂરોની અછત હોય તો વાવણી તથા વીણીમાં મશીનરીનો ઉપયોગ કરી શકાય છે.
• જમીન, ખાતર અને જગ્યાનો કરકસરપૂર્વક ઉપયોગ થઈ શકે છે.
એક અંદાજ પ્રમાણે ગુજરાતનાં કુલ વાવેતર વિસ્તારમાંથી ફ્કત ૧૦% વિસ્તારમાં જ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તો અંદાજે રૂ.૫૦૦ કરોડની વધારાની આવક થઈ શકે તેમ છે.



