કૃષિ કચરાનો સહઉપયોગ

ખેડૂતો સામાન્ય રીતે વર્ષ દરમિયાન ઘણા કઠોળ તેમજ ધાન્ય વર્ગના પાકો લેતા હોય છે. પરંતુ અમુક પાકોનું ભૂસું જ પશુઓના ચારા માટે યોગ્ય હોય છે. બાકીના ઘણાં એવા પાકો છે કે જેના ભૂસાનો ઉપયોગ ખેડૂતો ખાતર તરીકે કરતા હોય છે અથવા તો સીધા સળગાવી દેતા હોય છે. તુવેર અને કપાસ જેવા પાકોની સાંઠીઓ ખેડૂતો સીધો જ સળગાવી દેતા હોય છે, જેના પરિણામે હવાના પ્રદૂષણ માટે તે જવાબદાર બને છે. પરંતુ, જાે આ કૃષિ-કચરાનો સદુપયોગ કરવામાં આવે તો તેમાથી કાળું સોનું એટલે કે સારું એવું ખાતર બનાવી શકાય. આ ખાતર એટલે ‘બાયોચાર’. આથી સીધી રીતે ખેડૂતોને તેની ઉપજની ઉપજ અને કચરામાંથી પણ ફાયદો મળે છે.

Tags

Share this post: