
પાક ઉપર જીવાતની સંખ્યા ક્ષમ્ય માત્રા કરતા વધારે જોવા મળે ત્યારેજ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.
સેન્ટ્રલ ઈન્સેકટીસાઈડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) નવી દિલ્હી દ્વારા ભલામણ થયેલ જંતુનાશકોનો ભલામણ થયેલ માત્રામાં જ ઉપયોગ કરવો.
શક્ય હોય ત્યાં સુધી જલ્દીથી વિઘટન પામતા જંતુનાશકો જેવા કે, એમામેકટીન બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોકસાકાર્બ અને નોવાલ્યુરોન વગેરેનો ઉપયોગ કરવો.
એકના એક જંતુનાશકોનો જીવાત નિયંત્રણ માટે વારંવાર ઉપયોગ ન કરતાં જુદી જુદી જંતુનાશકોનો ઉપયોગ કરવો તથા એક જ જૂથના જંતુનાશકોનો સીઝનમાં બે થી વધારે વાર છંટકાવ કરવો નહિં.
ફળ તેમજ શાકભાજી પાકવાના સમયે શોષક પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવો નહીં.
શાકભાજીની વીણી કરતા પહેલા તેમજ વીણી કરતી વખતે જંતુનાશકોનો છંટકાવ કરવો નહીં.
જંતુનાશકોના છંટકાવ બાદ પંપ ધોઈ પાણી અને ખાલી ડબ્બા/પેકેટ કૂવા કે તળાવમાં ન નાંખતા તેનો યોગ્ય નિકાલ કરવો.
જંતુનાશકોના છંટકાવ અને ઉતાર વચ્ચેના સમયગાળાનો ચુસ્તપણે અમલ કરવો. આ સમયગાળો જુદા જુદા પાક માટે જુદો જુદો હોય છે



