કેળની માવજત : પીલા દૂર કરવા (ડી-સકરીંગ)

માતૃછોડની બાજુમાંથી/કેળની ગાંઠમાંથી ઊગી નીકળતા વધારાના પીલાને દૂર કરવું અત્યંત આવશ્યક છે. વધારાના નકામા (અનિચ્છનીય) પિલાને દૂર કરવાની પ્રક્રિયાને ડી-સકરીંગ કહેવામાં આવે છે. છોડ અથવા ગાંઠ દીઠ ઊગી નીકળતા પીલાઓની સંખ્યા કેળની જાત, જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ વગેરેના આધારે બદલાય છે. આ પીલાને દર ૧૦-૧૫ દિવસના અંતરે ધારદાર દાતરડાની મદદથી દૂર કરવામાં આવે છે. ફક્ત બે જ પીલા રાખવામાં આવે છે. કાપેલા પીલાને ફરી ઊગતા અટકાવવા માટે ૧ લિટર પાણીમાં ૬૦ ગ્રામ ૨, ૪ ડીનું દ્રાવણ બનાવી ૩૫ ટીપાં કાપેલા પીલાના મધ્યભાગમાં નાખવાથી પીલા ફરીથી ઊગશે નહિ. ૨, ૪ ડીની જગ્યાએ કેરોસીન પણ ઉપયોગ કરી શકાય છે. નવસારી કૃષિ યુનિવસિર્ટી, નવસારી દ્વારા કરવામાં આવેલ ભલામણ મુજબ કાપેલા પીલાના મધ્યભાગમાં દાંતરડાથી ખોબો કરી તેમાં ૪ ગ્રામ/છોડ ફોસ્ફરસ યુક્ત (સિંગલ સુપર ફોસ્ફેટ) ખાતર નાખવાથી છોડની ફરતે નવાં પીલા ઊગવાનું ઓછું થઇ શકે.

Tags

Share this post: