ખાતરો વાપરતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવો.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે

ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો.

આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો બજારમાં આવતાં જાય છે અને ખેડૂતો આ બધી વસ્તુનો હોંશે હોંશે ઉપયોગ કરતા જાય છે. પરંતુ ઘણી વખત ફાયદાને બદલે ગેરફાયદા પણ થતા જોવા મળે છે. આવું ન બને તેટલા માટે આટલું જાણવું અને સમજવું સૌ ખેડૂત માટે જરૂરી છે.

જમીનમાં દેશી કે રાસાયણિક ખાતર નાખતા પહેલાં તમારી જમીનને ખરેખર કેટલા પ્રમાણમાં ક્યાં ક્યાં તત્વોની જરૂરિયાત છે અને ક્યાં ક્યાં રાસાયણિક કે દેશી ખાતરે નાખવાથી તે મળી શકે તેમ છે તે જાણવું જરૂરી છે. આ રાસાયણિક ખાતરે કેટલા પ્રમાણમાં અને કઈ રીતે નાખવાં જોઈએ જેથી નાખેલા ખાતરનું યોગ્ય વળતર મળે તે બધું જાણવા માટે સૌથી પ્રથમ તો જમીનનું પૃથકકરણ કરાવી લેવું આપણા હિતમાં છે. પૃથકકરણ કરાવી લીધા પછી પણ રાસાયણિક ખાતરનો કરકસર અને વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ.

દાખલા તરીકે મધ્યમ અથવા ઉચ્ચ ફળદ્રુપતા- વાળી જમીનમાં ભલામણ કરવામાં આવી હોય તેનાથી ઓછો જથ્થો નાખવામાં આવે તો ચાલી શકે અને બચેલો જથ્થો નીચી ફળદ્રુપતાવાળી જમીનમાં નાખવો જોઈએ, જેથી આ નીચી ફળદ્રુપતાવાળી જમીનમાં જે વધુ ઉત્પાદન મળશે તે ફળદ્રુપ જમીનમાં નાખતાં જે ઉત્પાદન મળત તેના કરતાં પ્રમાણમાં વધુ હશે. આમ, તમે નાના વિસ્તારમાંથી શકય વધુ ઉત્પાદન મેળવવામાં કદાચ નિષ્ફળ જાવ પરંતુ તમારું કુલ ઉત્પાદન ચોક્કસપણે વધુ હશે. તેવી જ રીતે રાસાયણિક ખાતરના જથ્થાને થોડા વિસ્તારમાં આપી બાકી રહેતા વિસ્તારમાં ખાતર ન આપવા કરતાં પાક હેઠળના બધા જ વિસ્તારમાં વહેંચીને આપો.

નાઈટ્રોજનધારી ખાતરને જ કાયમ ઉપયોગ ન કરો. કારણ કે ઘણી વખત માત્ર નાઈટ્રોજન ખાતરોનો જ સતત વપરાશ કેટલીક વખત ઉત્પાદન નીચું લઈ જાય છે. યાદ રાખો કે, નાઇટ્રોજન સિવાય બીજાં પંદર પોષક તત્વોની જરૂરિયાત છોડને પડે છે. તમારી જમીનમાં તેમાંના કોઈ પણ તત્વની અછત હોય તો તે નાખવું જોઈએ. દા.ત, તમારી જમીનમાં પોટાશ તત્વની ખામી હોય અને તે તત્વ નાખવામાં ન આવે અને માત્ર ફોસ્ફરસ કે નાઇટ્રોજન તત્વો જ નાખવામાં આવે તો ઉત્પાદન ઓછું મળે અને વળતર પુરુ મળે નહિ. કોઈ પણ પોષક તત્ત્વ એક- બીજાની અવેજીમાં કામ આપી શકતું નથી તે બહુ જ સ્પષ્ટ સમજી લેવું. દાખલા તરીકે, છોડમાંનું નાઈટ્રોજનનું કામ પોટાશ કરી શકે નહિ અને પોટાશનું કામ ફોસ્ફરસ કરી શકે નહિ. યોગ્ય કામ લેવા માટે જે તે તત્વ જ નાખવું જોઈએ.

Share this post: