ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે

આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ , રામ ગ્રામ બનાવીયે .આપણા ગામમાં ગ્રામ એકતા આવે તે માટે રામના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરીયે. આપણા જીવનમાં રામ આવે તે માટે રામના ગુણોનું સિંચન થાય આપણા જીવનમાં રામના ગુણો આવે .આપણું વાણી, વર્તન , વિચાર બદલાય તો આપણા હૃદયમાં રામ વસે અને તો રામ રાજ આવે. મારી સાથે સમર્થ રામ સાથે છે તે વિચાર જ આપણને અહેસાસ કરાવે છે કે હું રામનો છું , ચાલો પ્રત્યેક ઈન્સાનમાં રામને ભાળીએ, મુજ્મે રામ -સબમેં રામ -કણકણ મેં રામ.

Share this post: