
સામાન્ય તાપમાને (૨૪° સે. ઓરડાના તાપમાને) ખારેકની પરાગરજને ત્રણ માસ સુધી જીવંત રાખી શકાય છે. આ ઉપરાંત તેને હવાચુસ્ત કાચની બોટલમાં ડીપ ફ્રીઝમાં (–૪° સે. તાપમાને) એક વર્ષ સુધી સાચવી શકાય છે. ખારેક વરસાદ અને ઝાકળથી થતાં નુકસાનથી કઈ રીતે બચી શકાય ? જો ધુમ્મસવાળું વાતાવરણ હોય તો પોલેન ધોવાઈ જવાનો ભય હોય છે. તેથી પરાગનયન કર્યા પછી પેપર બેગ દ્વારા ઢાંકી દેવાથી પરાગનયન પર અસર થતી નથી.



