ખેતરની વાત : બધી જીવાત એટલી નકટી છે કે ન પૂછો વાત ! તો કરવું શું ?

કપાસ હોય કે ડાંગર, મકાઈ હોય કે કોબીજ કે પછી ફ્લાવર કોબી બધામાં મોલોમશી નો કયારેક એટલો ઉપદ્રવ થાય કે વાત ન પૂછો, અને દવા છાંટો ત્યાં બીજા અઠવાડિયા પાછા મોલો હાજર. મોલો હોય કે તડતડીયા, સફેદમાખી હોય કે થ્રીપ્સ કે પછી મીલીબગ બધી જીવાત એટલી નકટી છે કે ન પૂછો વાત ! તો કરવું શું ? નવું કેમીકલ જેને ફલોનિકામાઈડ કહે છે. ફલોનીકામાઈડ મોલોનું નાશ કરનાર કેમિકલ તરીકે જાણીતું થયું છે અને બજારમાં ઉલાલા (યુપીએલ) પનામા (સ્વાલ)ના નામે મળે છે. આ દવાની કામ કરવાની પઘ્ધતિ વિશે વધુ જાણવા નજીકના ડીલર પાસેથી લિટરેચર મેળવીને વાંચો અને તમારી ફાઈલમાં ફાઈલ કરો .તમે આજની ખેતી ફાઈલ ન બનાવી હોય તો આજેજ એક ફાઈલ , એક પંચ અને થોડા લીટીવાળા કાગળ સ્ટેશનરી શોપ માંથી લઇ આવો.

Share this post: