ખેતીમાં બાષ્પીભવન અને ઉત્સવેદન

જમીન કે પાણીની સપાટી પરથી પાણી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને બાષ્પીભવન કહે છે. જ્યારે પાણી વનસ્પતિમાંથી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને ઉત્સવેદન કહે છે. પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમા વરાળ અને કાર્બન ડાયોક્સાઈડની અવરજવર થાય છે. જેના પરિણામે છોડના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને તેનું પાંદડાં સુધી વહન થાય છે. જે મોટેભાગે ભેજ અને તાપમાનથી નિયંત્રિત થાય છે. જેનો દર ચોમાસામાં ઓછો જ્યારે ઉનાળામાં વધુ હોય છે. જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યારે બાષ્પીવન/ઉત્સવેદનનો દર ઘટી જાય છે જેથી છોડનું તાપમાન અને આસપાસની હવાનું તાપમાન વધી જાય છે જેને લઈ પાકને પૂરતું પાણી અને પોષક તત્ત્વો ન મળતાં પાકનો વૃદ્ધિ અને વિકાસ રુંધાય છે.

Tags

Share this post: