ખેતીમાં હવામાં રહેલો ભેજ

હવામાં ભેજ વરાળ સ્વરૂપે, પાણીના બિંદુ સ્વરૂપે અને બરફના કણો સ્વરૂપે હોય છે. હવાના ભેજને સાપેક્ષ ભેજ તરીકે એટલે કે ટકામાં દર્શાવવામાં આવે છે. હવામાં ભેજ સમાવવાની શક્તિ છે. હવાનું જેમ તાપમાન વધે તેમ ભેજ સમાવવાની શક્તિ વધે છે. હવા નિયત તાપમાને તેના કુલ કદના વધુમાં વધુ ૪ ટકા સુધી ભેજ સમાવી શકે છે. દરેક સ્થળે અને જુદા જુદા સમયે ભેજનું પ્રમાણ અલગ અલગ હોય છે. હવામાં ભેજનું પ્રમાણ ચોમાસામાં વધુ જ્યારે શિયાળામાં ઓછું હોય છે. ભેજનું પ્રમાણ સવારે વધારે જ્યારે બપોરના સમયે ઓછું હોય છે. દરેક પાકની ભેજની જરૂરિયાત અલગ અલગ હોય છે. જેના આધારે કયા પ્રદેશમાં કયો પાક થશે તેની જાણકારી ઉપયોગી નીવડે છે. પિયતની સંખ્યા અને પાણીનો જથ્થો પણ ભેજને આધારી છે. પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ અને પ્રમાણને પણ અસર કરે છે.

Tags

Share this post: