ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે

સાવચેતી ની વાત છે ત્યારે આપણને હવે બધુ સમજાય ગયું છે કે ખેતી કરવા કોઈ જુની પુરાણી રીત હવે નહિ ચાલે વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે . વાવોને લણી આવો એવું હવે નથી . ખેતી માટે આંખ કાન ખુલા રાખી રોજ રોજ ખેતરે આટો મારવાની કળા ખીલવવી પડે છે હવે પાન માવાના ગલ્લે બેસવા કરતા વાડીએ બેસીને ખેતીમાં કરવા જેવા કામની યાદી મોબાઈલના નોટપેડમાં કરીને એ કામો વહેલાસર કરીને ખેતીને સમૃઘ્ધ કરી શકાય , પણ એ કયારે થાય જયારે આપણી માટીને આપણે પ્રેમ કરીએ. આપણી જમીનને જીવતી રાખવા માટે વ્યવસ્થા કરવી પડશે . સેન્દ્રીય તત્વો સાથે જૈવિક પ્રયોગો કરવા પડશે .

Share this post: