ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન : (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ ગંધાતી – ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara): ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ ક્ષુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. ગંધારી ફૂલકાકરીના પાનમાં લેન્ટ્રાડેન નામનું ઝેરી રસાયણ હોય છે, જે પશુઓમાં યકૃતમાં ચાંદા તેમજ રક્ત પ્લાઝમામાં ફેરફાર કરે છે. નિયંત્રણ : તેને કાપ્યા કે બાળ્યા બાદ થતી ફુટ પર ગ્લાયફોસેટ ૦.૭૫-૧% (૧૦ લિટર પાણીમાં ૭૫-૧૦૦ મિ.લિ. દવા) દ્રાવણનો છંટકાવ કરવો. ગ્લાયફોસેટ અને મેટસલ્ફયુરોનના મિશ્ર છંટકાવથી અસરકારકતા વધે છે. નોંધ : કાપેલ ગંધારી ફૂલકાકરીના છોડનો ઉપયોગ લીલા પડવાશ તરીકે, ગળતિયું ખાતર બનાવવા અને બાયોગેસ પ્લાન્ટમાં થઈ શકે છે.

Tags

Share this post: