ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧% )નું પાણીમાં દ્રાવણ બનાવીને જમીનમાં ડ્રેનચિંગ (રેડવાનું) હોય છે. ડ્રેન્ચિંગ કર્યા બાદ ગ્રીન હાઉસના વેન્ટીલેશનની જગ્યાઓ બંધ કરી દેવી અને ગ્રીન હાઉસની જમીનને કાળા પ્લાસ્ટિક કવરથી ૩ થી ૪ દિવસ સુધી ઢાંકી રાખવી. ત્રણ થી ચાર દિવસ પછી પ્લાસ્ટિકને દૂર કરવું અને જમીનમાં પૂરતું પાણી આપવું જેનાથી જમીનમાં રહેલો વધારાનો ફોર્માલ્ડિહાઈડનો વાયુ બહાર નીકળી જાય.ઘણી જગ્યાએ નિર્જીવોકરણ ન કરવામાં આવ્યું હોય ત્યાં કૃમિનો ઉપદ્રવ થઇ જતો હોય છે .

Share this post: