ઘઉંના વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઘ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ

વાવણી સમયને અનુરૂપ ભલામણ કરેલ જાતનું પ્રમાણિત બિયારણ વાપરો.
સમયસર વાવણી (મધ્ય નવેમ્બર) કરો. વહેલું અથવા મોડુ વાવેતર ટાળો.
પુંખીને વાવણી કરવી નહીં.
બિયારણનો દર જાળવવા અને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે સંયુક્ત વાવણીયાથી વાવણી કરો.
શક્ય હોય ત્યાં કોરાટે જમીનમાં વાવેતર કરવું.
ઉધઈ નિયંત્રણની અને જૈવિક ખાતરની બીજ માવજત અવશ્ય આપો.
.જમીન ચકાસણી આધારે પોષક તત્ત્વોનો સમતોલ ઉપયોગ કરો.
૩૫ દિવસ સુધીમાં બધાજ પોષક તત્ત્વો આપવા.
પાકને ૫૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો. નિંદણનાશક દવાનો સમજપૂર્વક ઉપયોગ કરો.
પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું.
પોંક અવસ્થા પછી પિયત બંધ કરવું.
ઘઉંના સંગ્રહ માટે સમયસર જરુરી પગલાં લેવા.

Tags

Share this post: