ઘઉંમાં ખાતર

ઘઉંના પાકમાં જમીન તૈયારી કરતી વખતે હેકટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવા. ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી ૨૦ થી ૨૫ દિવસે પાણી આપ્યા બાદ અને ૩૫ થી ૪૦ દિવસે ૩૦ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. જમીનમાં પોટાશ અને સૂક્ષ્મ તત્ત્વોની ઉણપ જણાય તો જમીન ચકાસણીના અહેવાલ મુજબ ખાતર આપવા.સંશોધનના પરિણામોના આધારે તારણ કાઢેલ છે કે મધ્યમ કાળી ચૂનાવાળી અને મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી (ખરીફ) ઘઉં (રવિ) પાક પદ્ધતિમાં ઘઉંના પાકને હેક્ટરે ૬૦ કિલો પોટાશ (૩૦ કિલો પાયાના ખાતર તરીકે અને ૩૦ કિલો ૩૦ દિવસે) આપવાથી આશરે ૨૦ ટકા વધુઉત્પાદન મળે છે. તેમજ પછીની સીઝનમાં મગફળીના પાક ઉત્પાદનમાં પણ ફાયદો નોંધાયેલ છે. જમીનમાં લોહ અને જસતનું પ્રમાણ ખામીયુક્ત અથવા મધ્યમ હોય તો ૧૫ કિલો ફેરસ સલ્ફેટ અને ૮ કિલો ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે વાવણી વખતે દર વર્ષે જમીનમાં આપવું અથવા મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૩નો ૧ ટકા મુજબ ૩૦, ૪૦ અને ૪૫ દિવસે છંટકાવ કરવો.

Tags

Share this post: