ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે.
એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રીય તત્ત્વ/હે. પેન્ડીમીથાલીન દવા૬૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઉગે તે પહેલાં છાંટવી.
ઉભા પાકમાં નિંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક હેકટર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો થાય ત્યારે ૨, ૪-ડી દવા ૪૦૦ ગ્રામ સક્રીય તત્ત્વ/હે. પ્રમાણે ૬૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી પ્રથમ અને બીજા પિયત વચ્ચેના ગાળામાં છાંટવી અથવા મેટસલ્ફયુરોન મીથાઈલ ૪ ગ્રામ દવા સક્રીય તત્ત્વ/હે. પ્રમાણે ૪૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ રપ થી ૩૦ દિવસે છાંટવું .
નિંદણનાશક દવાના કાર્યક્ષમ ઉપયોગ માટે ફ્લેટફેન નોઝલથી જ દવા છાંટવી.
• ગુલ્લી દંડા નિંદણના અસરકારક નિયંત્રણ માટે એક હેકટર વિસ્તારમાં સલ્ફોસલ્ફયુરોન દવા કોરાટે વાવણીમાં ૧૫ ગ્રામ સક્રીય તત્ત્વ/હે. જ્યારે વરાપે વાવણીમાં ૨૫ ગ્રામ સક્રીય તત્ત્વ/હે. ર૫૦ લી. પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ ૩૫ દિવસે છાંટવું.



