
ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે રોટલી તેમજ અન્ય બનાવો માટે જરૂરી છે. ગુજરાતમાં ઘઉંની મુખ્યત્વે ત્રણ જાતોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં એસ્ટીવમ (૯૦%) ડ્યુરમ (૧૦%) અને ડાયકોકમનો (નહિવત) સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યમાં પેપલ વિસ્તાર હેઠળ વવાતી જી ડબલ્યુ . ૫૧૩, ૪૫૧, જી.ડબલ્યુ, ૨૭૩, જી.ડબલ્યું ૩૬૬, જી.ડબલ્યુ. ૪૯૬ પ્રકારની જાતો છે, જેનો ઉપયોગ મોટેભાગે રોટલી તેમજ બેડ બનાવવા માટે થાય છે. પિયત ડ્યુરમ પ્રકારની જાતો જેવી કે જી.ડબલ્યુ, ૧૩૩૯, જી.ડી.ડબલ્યુ. ૧૨૫૫ અને જી.ડબલ્યુ. ૧૧૩૯નું રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. જે ભાલીયા કે કાઠીયા ઘઉં તરીકે પણ ઓળખાય છે. આ જાર્ત ના દાણા મોટા, ચમકદાર અને કઠણ હોય છે, જેનો ઉપયોગ સોજી અને તેની બનાવટો તથા ભાખરી કે લાડુ, બનાવવા માટે થાય છે. રાજ્યમાં પોપટીયા ઘઉંનું વાવેતર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પોરબંદરથી જામખંભાળિયા અને ભાટીયા સુધીના વિસ્તારમાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે.



