ચણાની ખેતીની વાત

હંમેશા વાવેતર કરતા પહેલા બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. બીજ માવજત માટે વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે ૧ કિ.ગ્રા. બિયારણમાં ૩ ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અને થાયરમ ર ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૪ ગ્રામ અને વાયટાવેક્ષ ૧ ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજજન્ય અને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે. જો બિયારણને જંતુનાશકનો પટ પણ આપવાનો હોય તો પ્રથમ ફુગનાશક દવા લગાવો પછી જંતુનાશક દવા લગાવ્યા બાદ છેલ્લે રાઈઝોબીયમ કલ્ચરનો પટ ચઢાવવો. • જે જમીનમાં સુકારો આવતો હોય ત્યાં કાબુલી ચણાનું વાવેતર ટાળવું જોઈએ. • કાબુલી ચણાનું વાવેતર હંમેશા સમયસર કરવું જોઈએ. મોડું વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર પડવાની શકયતા વધુ રહે છે. • તાપમાનમાં ફેરફાર થવો અથવા ફૂલ આવવા અને દાણા ભરાવાના તબક્કે તાપમાનમાં વધારો થવાથી ઉત્પાદનમાં માઠી અસર પડે છે

Tags

Share this post: