
આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની ટ્રેકટરની ખપત એટલી વધી છે કે ગુજરાતમાં મીની ટ્રેકટર બનાવતી ૩૫ થી ૪૦ કંપનીઓ પોતાની બ્રાન્ડના ટ્રેકટરો વેચાણ માટે મૂકે છે અને મોટી કંપનીઓ એ પણ મીની ટ્રેકટર સામું જોવું પડયું છે આપણને ખબર છે કે ટ્રેકટર પોદળો કરતું નથી તેથી ખેતીમાં સેન્દ્રીય તત્વોની પુરવણી કરવા હવે આપણે આયોજન અને વિચારણા કરવી પડશે . સેન્દ્રીય પદાર્થો ઉમેરવા જરૂરી છે કારણ કે આપણે જમીનને જીવતી રાખવી છે . આપણી પાસે માલઢોર ઓછા છે એટલે હવે ઉથરેટી હોતી નથી એટલે અત્યારે આપણે સેન્દ્રીય તત્વો ખાલી ચાસમાં પૂરીએ છીએ. ટ્રેક્ટર ભલે વાપરીએ પરંતુ સેન્દ્રીય તત્વોની પૂરવણી ભૂલવી નહિ.આવતા વર્ષ માટે આજથી જ વિચારો .



