
પોટેશિયમ છોડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી પાંદડાના પર્ણરંદ્રમાંથી પાણીની ખોટ ઓછી થાય છે અને જમીનમાંથી પાણી લેવા માટે મૂળ કોષોની ક્ષમતામાં વધારો થાય છે. પોટેશિયમ કઠોળ અને અન્ય પાકોને શિયાળામાં સપ્તાઈ આપે છે.
પોટેશિયમ એ પ્રકાશસંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચનામાં, કઠોળમાં નાઇટ્રોજન સ્થિરિકરણ, સ્ટાર્ચની રચના અને શર્કરાના સ્થાનાંતરણ માટે જરૂરી છે. પુરતા પોટેશિયમયુક્ત પોષણને કારણે મૂળગંડિકાઓનું વજન, નાઈટ્રોજન સ્થિરિકરણ દર, નાઇટ્રોજન પ્રવૃત્તિ અને છોડની વૃદ્ધિમાં વધારો થાય છે.પોટેશિયમ ધાન્ય વર્ગના છોડમાં મજબૂત અને સખત દાંડી પેદા કરે છે અને તેથી છોડનું આડા પડી જવાનુ ઘટાડે છે.
પોટેશિયમ ખાસ કરીને છોડને પર્યાવરણીય તાણ સાથે અનુકૂલન કરવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે. પર્યાપ્ત પોટેશિયમ છોડને જંતુઓ અને રોગો પ્રત્યે વધુ સહનશીલતા આપે છે. પર્યાપ્ત પોટેશિયમ સ્વાદ અને રંગ સુધારીને અને દાંડીને મજબૂત કરીને ફૂલો, ફળો અને શાકભાજીની ગુણવત્તામાં વધારો કરે છે.



