છોડની સૂક્ષ્મ તત્ત્વોની જરૂરિયાત પૂર્ણ ન થાય તો?

સૂક્ષ્મ તત્ત્વો ન નાખીયે તો શું થાય તે સમજાવવા તમને ઘરેલું ઉદાહરણ આપું. ઘરે મહેમાન આવે ત્યારે સમજો ૧૦ કિલો રીંગણ-બટાકાનું શાક બનાવવાનું છે. પાંચ કિલો બટાકા અને પાંચ કિલો રીંગણની સામે મીઠું કેટલું જોઈએ ? પાંચ કિલો જોઈએ ? ના – માત્ર એક ચમચી જોઈએ ને ? આટલુક અમથુ ન નાખીએ તો ન ચાલે ? આમ શાકમાં મીઠું જોઈએ તેમ ખેતી પાકોના ગુણવત્તાસભર સારા ઉત્પાદન માટે ખૂટતા તત્ત્વની પૂર્તિ જરૂરી છે. આમ પાકનું સારું ઉત્પાદન લેવા માટે આયર્ન (લોહ), મેંગેનીઝ, ઝીંક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલિબ્ડેનમ જેવાં તત્ત્વોની જરૂરિયાત અલ્પ પ્રમાણમાં જરૂર છે તે યાદ રાખો અને તમારી જમીનમાં કય તત્વો ખૂટે છે તેનું પૃથ્થકરણ કરાવીને પૂરતી કરો.

Tags

Share this post: