
આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? છોડની વૃદ્ધિ વિકાસ અને ઉપજ આપવા માટે જમીન અને પર્યાવરણ બંનેનો વિચાર કરવો પડે તમારું ખેતર જયાં આવેલું છે તે વિસ્તારનું હવાનું તાપમાન, હવાનું દબાણ અને વાતવરણમાં હવામાં કેટલો ભેજ છે એ ત્રણે વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ. આ માટે થર્મોમીટર વાડીએ લગાડવું પડે અથવા ગુગલ વાચતા આવડવું જોઇએ. દા .ત .મરચીનો પાક 20 થી 25 સે.ગ્રેડ વાતાવરણમાં સારો થાય છે, મરચીને ને વધુ ઠંડી અને વધુ ગરમી સહન થતી નથી એના લીધે તેમાં ફાલ લાગતો નથી અથવા ઓછો લાગે છે .મરચીને હુંફાળું વાતાવરણ ગમે છે. બીજ પસંદ કરો ત્યારે પૂછો કે આ ગરમી સહન કરી શકશે ? ગયા વર્ષે મગફળી સારી થઇ એટલે બધા મગફળીની પાછળ પડી જશે. આજથી જ નક્કી કરો કે એક નહિ બે નહિ ત્રણ પાકની ખેતી આવતા વર્ષે ચોમાસામાં કરવી છે જેથી જોખમ વહેંચાય જાય.



