જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

પાનકથીરી

છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે આઈસોસાયક્લોસેરમ ૯.૨ ડીસી ૬ ગ્રામ અથવા ફ્લુમાઈટ ૨૦ એસસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા ફેનપાયરોક્ઝીમેટ ૫ ઇસી ૧૮ મિ.લી. અથવા ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો