જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે છે. ભીંજાયેલા વિસ્તારને ૨૦૦ ગેજની પોલીથીન શીટથી ઢાંકવામાં આવે છે જેથી ફોર્મેલિનનો ધુમાડો જમીનમાં જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજના નાશ કરવા માટે જરૂરી છે. પોલિથીન કવર ૪૮ કલાક પછી દૂર કરવામાં આવે છે. માટીમાંથી ફોર્માલ્ડિહાઇડ ગેસનો ધૂમાડો નીકળી જાય એ માટે માટીને ખુલ્લી કરવામાં આવે છે જેથી બીજ વાવવાના ૭-૧૦ દિવસ પહેલા કયારાને ખુલ્લા રાખવામાં આવે છે. બીજ વાવતા પહેલા ફોર્માલ્ડિહાઇડ ગેસનો ધૂમાડો જમીનમાં નથી તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે. જો ધરુઉછેર માટે રાહ જોવા માટે અપૂરતો સમય હોય, તો ફોર્મલિન ડસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. ક્યારા પરની જમીન સાથે ૧૫:૮૫ના ગુણોત્તરમાં ફોર્મેલિનઃ માટી અને સારી રીતે સડેલું છણિયું ખાતરનું મિશ્રણ ૪૦૦-૫૦૦ ગ્રામ પ્રતિ ચો.મી. વિસ્તારમાં સારી રીતે ભેળવી શકાય છે.

Share this post: