જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ થતાં અટકાવી શકીએ છીએ. તથા હંમેશાં યાદ રાખવું કે કોઈ પણ પાકને જરૂરિયાત પ્રમાણનું પિયત આપવું. વધુ પડતાં પાણીને લીધે જમીનનું ઉપરનું આવરણ ધોવાઈ જાય છે અને ઉપરનું ફ્ળદ્રુપ આવરણ નાશ પામવાના લીધે જમીનમાંનો કાર્બન નાશ પામે છે, માટે હંમેશાં ધ્યાન રાખવું કે જમીનનું ઉપલું પડ ક્યારેય નાશ પામવું જોઈએ નહીં. કાર્બન ટકાવી રાખવા માટે થઈને જમીનનું ધોવાણ થતું અટકાવવું એ એક ખૂબ જ અગત્યની બાબત છે.

Share this post: