
- ૧. જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મો જાણવા.
- ૨. જમીનની પાકને પોષકતત્ત્વો પૂરા પાડવાની શક્તિ જાણવા એટલે કે જમીનની ફળદ્રુપતાની કક્ષાનું પ્રમાણ જાણવા.
- ૩. જમીનમાં આપેલા ખાતરનો વપરાશ જાણવા.
- ૪. જુદા જુદા પાકમાં ખાતરોની જરૂરિયાત નક્કી કરવા, અર્થાત્ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા.
- ૫. જમીનનો અમ્લતા આંક અને દ્રવ્યક્ષારોનું પ્રમાણ જાણવા.
- ૬. ખારી કે ભસ્મિક જમીનનોની સુધારણાની પદ્ધતિનક્કી કરવા માટે.
- ૭. ગામ, તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ જમીનની ફ્ળદ્રુપતાનો નકશો તૈયાર કરવા.
- ૮. જમીનનું ધોવાણ અને એના સંરક્ષણ માટેની જરૂરિયાત નક્કી કરવા અથવા જણાવા.
- ૯. જમીનના રાસાયણિક અને ભૌતિક ગુણો વડે જમીનની પાક સંબંધી લાયકાત જાણવા.



