
મરચીના ફૂલમાં કાળી થ્રિપ્સ નામની નવી જીવાત ખૂબ જ નુકસાન કરતી જાેવા મળેલ છે. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫ મિ.લી. (૫ ઈસી) થી ૭૫ મિ.લી. (૦.૦૩ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ભૂરા અને પીળા રંગના પીળા ચિકણા પિંજર ૩૦ થી ૫૦ પ્રતિ એકર પ્રમાણે લગાવવાથી પણ આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય.
સ્પીનોસાડ ૪૫ એસસી ૫ મિ.લી. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૩૦ મિ.લી. અથવા સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૧૮ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૭ મિ.લી. અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૧૨.૬% લેમડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૫ મિ.લી. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૬ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦% ફેનપાયરોક્ઝીમેટ ૨.૫% ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૧ ઓડી ૧૫ મિ.લી. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૭ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૧.૫% ફીપ્રોનીલ ૩.૫% એસસી ૧૫ મિ.લી. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫% એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીઆમાઈડ ૧૯.૯૨% થાયાક્લોપ્રીડ ૧૯.૯૨% એસસી ૭ મિ.લી. ૧૫ લિટરમાં પાણી ભેળવી વારાફરતી છંટકાવ કરવો. એક જ કીટનાશકના બે થી વધારે છંટકાવ ટાળવા.



