જીઆઈએસ નો ઉપયોગ

જીઆઈએસ ખેતીમાં કુદરતી ઇનપુટ્સને વધુ સારી રીતે સમજવાનું તેમજ તેનું સંચાલન કરવાનું શક્ય બન્યું છે. જીઆઇએસ ટેકનોલોજી નોંધપાત્ર રીતે પાકની અસરકારક ઉપજ કેટલી હશે તે નક્કી કરવામાં, જમીન સુધારણા વિશ્લેષણ હાથ ધરવામાં અને જમીનના ધોવાણની શક્યતા તેમજ તેના ઉપાય માટેની પદ્ધતિઓને અગાઉથી જ ઓળખવામાં પણ મદદ કરે છે. આમ, આવા પ્રકારના સચોટ અને વિશ્વસનીય પાકના અંદાજ પરથી કૃષિ ક્ષેત્રે આવતી અનિશ્ચિતતાને ઘટાડી શકાય છે. આ ઉપરાંત જીઆઇએરા ખેડૂતોને જમીન સંસાધનોના ધુ સારા સંચાલનને સક્ષમ કરીને ઉત્પાદનમાં વધારો અને ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે.

Share this post: