કલચ એન્જિનથી આવતી શક્તિને ગીયર બોક્ષમાં આપે છે અથવા ટ્રાન્સમીશન શક્તિને જોડે-તોડે છે. એન્જિનથી આવતો લોડ ટ્રેકટર વધુ ન ઉપાડી શકે તેના એક અગત્યનાં કારણમાં ક્લચ પ્લેટનું ખરાબ થવું છે. માટે યોગ્ય તપાસ કરી ક્લચ પ્લેટ બરાબર કરવી.
ટ્રેક્ટરને જરૂરીયાત મુજબ જે તે ગીયરમાં નાખી શકાય છે. ગીયર-ગીયર બોક્ષમાં ગોઠવાયેલ હોય છે. ગીયરબોક્ષમાં ગીયર બેરીંગ ખરાબ ન થાય તે માટે ૯૦ નંબરના ગ્રેડનું ઓઇલ નિર્દિષ્ઠ લેવલ સુધી ગીયર બોક્ષમાં ભરવું.



