જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે.

રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ થી આ રોગ લાગે છે.

રોગની શરૂઆત ફૂલ બેસવાના તથા બીજ બાંધવાના સમયે જોવા મળે છે. આ રોગનો ફેલાવો પવન દ્રારા થાય છે. આ રોગની શરૂઆત અનુકુળ વાતાવરણમાં છોડમાં નીચેના પાન પર થાય છે. પાન પર ફૂગના સફેદ રંગના બીજાણુંઓની વૃધ્ધી થયેલી જોવા મળે છે. પાન પર એક-બે જગ્યાએથી રોગની શરૂઆત થતી જોવા મળે છે. સમય જતા ફૂગની વૃધ્ધી છોડના પાન, કુમળી ડાળીઓ તેમજ બીજ પર જોવા મળે છે. આવા છોડમાં દાણા બેસતા નથી. જો ફૂલ અવસ્થાએ આ રોગ આવે તો ૫૦ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

પાક ૪૫ દિવસનો થાય કે રોગની શરૂઆત થાય કે તુરત જ દ્રાવ્ય ગંધક (વેટેબલ સલ્ફર) ૦.૨ % ૫૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપીકોનાઝોલ ૨૦ મિલી/૧૫ લિટર પાણિના દ્રાવણના ૨ થી ૩ છંટકાવ કરવા.

Share this post: