ટ્રેકટરના એન્જિનની સંભાળ

એન્જિન એ ટ્રેક્ટરમાં હૃદય સમાન છે. તેની સાથે ફ્યુઅલ પંપ, ઈંજેક્ટર, નોઝલ વગેરે જોડાયેલા હોય છે અને અંદરના ભાગોમાં રીંગો, પિસ્ટન, લાઈનર, વાલ્વ એસેમ્બલી, ક્રેન્ક શાફ્ટ, ટાઈમિંગ વગેરે ગોઠવાયેલ હોય છે, જેમાં અવનવી મુશ્કેલીઓ અવારનવાર ઊભી થતી હોય છે, જેમકે…ટ્રેકટરના એન્જિન સફેદ ધૂમાડો કાઢતું હોયતો શું કરવું ? કંમ્પ્રેશન બરાબર થતું ન હોય/ બળતણ સીલીન્ડરમાં વધારે પડતું જતું હોય/એન્જીન ઓછા તાપમાને ચાલતું હોય/ડીઝલમાં પાણી મિક્સ થતું હોય તો આવું થાય . એન્જિન બરાબર ચેક કરવું/ફ્યુઅલ પંપની તપાસ કરી યોગ્ય ટાઈમિંગ ગોઠવવું/એન્જિનને નિયત ગતિમાં ચલાવી ગરમ થયા પછી લોડ નાખવો ડીઝલ ચોખ્ખું ભરવું

Share this post: