ટ્રેકટરના ડીઝલ ફિલ્ટર ની સંભાળ

ટ્રેક્ટરમાં ડીઝલ પંપ અને નોઝનની લાઈફ વધારવામાં ડીઝલ ફિલ્ટર નો અગત્યનો ફાળો છે. બે પ્રકારના ડીઝલ ફિલ્ટર હોય છે. જેને પ્રાયમરી અને સેકન્ડરી ફિલ્ટર રહે છે. પ્રાયમરી જે પ્રથમ ફિલ્ટર સ્પેશ્યલ કપડાનું બનેલું હોય છે. જેથી ટાંકીમાંથી ડીઝલ તેમાં પસાર થતા કચરો વગેરે ગળાઈને ડીઝલ બીજા ફિલ્ટરમાં જાય છે. બીજુંફિલ્ટર વિશેષ પ્રકારના કાગળમાંથી બનાવેલ હોય છે, જેથી વધુ શુદ્ધ થઈને ડીઝલ આગળ ડીઝલ પંપને મળે છે. ડીઝલ ફિલ્ટર બદલતી વખતે પ્રાયમરી અને સેકન્ડરી ફિલ્ટર તેની જગ્યાએ જ બેસાડવા જોઈએ. અદલી-બદલી થઈ જાય તો ફિલ્ટર જલ્દીથી ચોકઅપ થઈ જશે. શક્ય હોય ત્યાં સુધી ઓરિજીનલ ફિલ્ટર બેસાડવા. ફિલ્ટર યોગ્ય ન હોય અથવા ચોકઅપ થવાથી ફ્યુઅલ પંપને શુદ્ધ ડીઝલ મળતું નથી, જેથી ડીઝલ પંપ અને નોઝલમાં તકલીફ ઊભી થાય છે અને ઘસાઈ જાય છે. એન્જિનમાં પણ શુદ્ધ ડીઝલ ન જતા લોડ પડે છે, માટે ફિલ્ટર નિયત સમયે બદલવા જરૂરી છે.

Share this post: