તમને થશે હવે આવું તો કેમ મપાય ?

તમને થશે હવે આવું તો કેમ મપાય ? પાંદડામાં ભીનાશ અને પાંદડામાં કલોરોફીલ એટલે કે હરીતદ્રવ્ય કેટલું છે તેના આધારે છોડને પાણી અને પોષણની આવશ્યકતાની ખબર પડે છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત કયારે થયો તે આધારે છોડ ને પિયતની જરૂરીયાત માં ફેરફાર કરવાનો થાય છે. આ બધુ કરતા પહેલા તમારી જમીનનો પી એચ. અને પાણીનો પી એચ. અને ઈસીની ખબર ન હોય તો ખાતરનું અનુમાન જ ખોટું પડે. તમને થશે આવું બધું આપણે કરવા ધારીએ તો કરી શકીએ ? વિદેશની જેમ ભારતમાં પણ હવે વેધર સ્ટેશનની ટેકનોલોજી આવી ગઈ છે છત્તીસગઢ ના ખેડૂતો વાપરે છે પોતાના ખેતરમાં પોતાનું વેધર સ્ટેશન મૂકે છે અને તેમાં મળતા આંકડા તેને મળે છે આવી ખેતીને પ્રિસિશન ફાર્મિંગ કહે છે. આવતા વખતે ખર્ચ બચાવતી શુક્રવાર મિટિંગ ની વાત કરીશું .

Share this post: