તરબૂચના પાકમાં ૨૫ માઈક્રોનથી લઈને ૫૦ માઈક્રોન સુધીનાં પ્લાસ્ટિક મલચીંગ નો વપરાશ કરી શકાય છે. તરબૂચના પાકમાં ૮૦% જેટલું નિંદણ નિયંત્રણ, રોગ જીવાત તથા ઉત્પાદન વધારવા માટે બ્લેક-સિલ્વર રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્તમ ફાયદો મેળવી શકાય છે. મલચીંગ માં ખાસ કરીને સિલ્વર કલર ઉપરની બાજુએ અને કાળો કલર નીચેની બાજુએ રાખીને પાથરવામાં આવે છે. મલચીંગ કરવાથી ખાતરની બચતની સાથે સાથે છોડનો ઝડપી વિકાસ, પાણીનો ઓછો વપરાશ, નહિવત નિંદણ જેવા વિવિધ ફાયદા મેળવી શકાય છે.



