જ્યારે બીજથી વાવણી કરવામાં આવે ત્યારે એક જ જગ્યાએ ૨ થી ૩ બીજની ખેડૂતો વાવણી કરે છે જેના કારણે એક ખામણે એક થી વધુ છોડ ઊગે છે. છોડની સારી વૃદ્ધિ થયા બાદ ખામણા દીઠ એક છોડ રહેવા દઈને વધારાના છોડ કાઢી નાંખવા તથા છોડના શરૂઆતના વિકાસ દરમિયાન એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી બાકીની શાખાઓને કાઢી નાખવી. ફળની સંખ્યા કરતા કદ પર વધારે ભાર મૂકવાનો હોય ત્યારે વધુ ફળમાંથી અમુક ફળ કાઢી નાખવાથી બાકીના ફળોનું કદ, ગુણવત્તા અને વિકાસમાં સુધારો જણાય છે.



