તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણા ઉપર ૨ થી ૩ બીજ થાણવા. જો હાઇબ્રીડ બિયારણ હોય તો ૧ જ બીજ થાણવું. વેલાની વૃદ્ધિ શરૂ થાય એટલે દરેક ખામણે એક તંદુરસ્ત છોડ રાખી બાકીના છોડ ઉપાડી દૂર કરવા. જો ધરું તૈયાર કર્યું હોય તો ખામણા દીઠ તંદુરસ્ત એક ધરું રોપવું.