
મેરી ક્રિસમસ સાથે નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે તે વિષે જાણીયે. ભારતમાં જિનેટિકલી મોડિફાઇડ (GM) પાકોને મંજૂરી આપવાની પ્રક્રિયા અટકી ગઈ છે, માત્ર Bt બોલગાર્ડ -2 કપાસની ટેક્નોલોજીને મંજૂરી. કપાસ માટે હર્બીસાઈડ એટલે કે નિંદામણ પ્રતિરોધક ટેક્નોલાજીને મંજૂરી મળી નથી એમતો બીટી રીંગણને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે, સરકારે હવે GM ને બદલે નવી ટેક્નોલોજી GE એટલે કે જીનોમ-એડિટેડ CRISPR ટેકનોલોજી માટે નીતિમાં પરિવર્તન કર્યા ના સમાચાર છે.



