પાણીનું બુંદ : ચોમાસુ એટલે ગંધની ઋતુ.

પાણીના બુંદ એટલે કે વરસાદની રાહ પુરી થતા વરસાદનું આગમન થાય છે ત્યારે આંગણે ઓસરીમાં બાંધેલાં ગાય, બળદ, ભેંસનાં છાણ, ગંધની તીવ્રતા વધી જાય છે. પલળી ગયેલા સૂકા ઘાસમાંથી ઊઠતી તીખી ગંધ તેમાં વધારો કરે છે. ઉકરડાની ગંધ તો વળી સૌથી જુદી. છાણ, ઘાસ,ધૂળ વગેરેની ભેગી ગંધ એક સાથે ઊઠવા લાગે ત્યારે તેને જુદી પાડવી કઠિન થઈ પડે. ચૂલે બાળવાનાં ભીંજાઈ ગયેલાં લાકડાંને આગ અડતાં તેમાં રહેલી ભીનાશ બળવા લાગે છે. ચોમાસુ એટલે ગંધની ઋતુ. ધીરે ધીરે ચોમાસું આગળ વધતું જાય તેમ તેમ ગંધનો વિસ્તાર થતો જાય છે .વરસાદી પાણીનું બુંદ મહેકી ઉઠે છે .આ કોલમમાં જે વરસાદી ગંધ વિષે ના અભિપ્રાયો દ્વારા જે પાણીના બૂંદને સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ છે તે વિચાર માટે પ્રેરણા આપનાર લેખક શ્રી ભાર્ગવ જાની વડોદરાનો ખુબ ખુબ આભાર આ કોલમ વ્યક્ત કરે છે .

Share this post: