પાણીનું બુંદ એટલે કે પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે મારુ રાસાયણિક સંજ્ઞા H2O અર્થાત્ આર્દ્રવાયુ અને પ્રાણવાયુનું મિશ્રણ છે. મતલબ કે પાણી માણસના શરીરમાં કે જીવનમાં તમામ કોષોને કાર્યરત-જીવંત- સક્રિય બનાવી રાખવામાં આ વાયુનું મિશ્રણ જરૂરી જ નહિ અનિવાર્ય છે. આ પાણીનું ટીપું દરેક પદાર્થને ઓગાળવા સક્ષમ હોવાથી, પ્રકૃતિ નિર્મિત ૯૨ જેટલાં તત્ત્વોમાંથી તે અર્ધાથી વધુને ઓગાળીને પોતાનામાં ભેળવી શકે છે. પાણીનો આ સ્વભાવ આપણને ખેતીમાં ખુબજ ઉપયોગી છે તે આપંણે સમજાય છે. પાણીના બુંદમાં જે ભળે તે મૂળને મળે , યાદ રાખજો આ સૂત્ર ….પાણીના બુંદમાં જે ભળે તે મૂળને મળે



